VIDEO: છત્તીસગઢમાં કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા, ગાળાગાળી કરી એકબીજાને દોડાવી દોડાવીને માર્યા
છત્તીસગઢમાં સત્તાધારી કોંગ્રેસ (Congress) પાર્ટીના કાર્યકરો આજે જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણી દરમિયાન બાથમબાથી પર આવી ગયાં. આ ઘટના રાજ્યના બલોદા બજાર ભાટપારા જિલ્લાની છે. સુરક્ષા દળોની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ખુબ ગાળાગાળી અને મારપીટ થઈ. કહેવાય છે કે ચૂંટણી દરમિયાન કોઈ વાતને લઈને કોંગ્રેસના બે જૂથો વચ્ચે બબાલ થઈ જે મારપીટમાં ફેરવાઈ.
રાયપુર: છત્તીસગઢમાં સત્તાધારી કોંગ્રેસ (Congress) પાર્ટીના કાર્યકરો આજે જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણી દરમિયાન બાથમબાથી પર આવી ગયાં. આ ઘટના રાજ્યના બલોદા બજાર ભાટપારા જિલ્લાની છે. સુરક્ષા દળોની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ખુબ ગાળાગાળી અને મારપીટ થઈ. કહેવાય છે કે ચૂંટણી દરમિયાન કોઈ વાતને લઈને કોંગ્રેસના બે જૂથો વચ્ચે બબાલ થઈ જે મારપીટમાં ફેરવાઈ.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો જે વીડિયો વાઈરલ થયો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસના કાર્યકરોએ એક બીજાને ખુબ ગાળો આપી અને દોડાવી દોડાવીને માર્યાં. આ દરમિયાન ત્યાં હાજર પોલીસકર્મીઓને આ મામલો થાળે પાડતા પરસેવો વળી ગયો. પોલીસકર્મીઓએ યેનકેન પ્રકારે મામલો થાળે પાડ્યો. જો કે આ મામલે કોઈ એફઆઈઆર થઈ હોય તેવી જાણ નથી. ઘટનાસ્થળે ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...